મહેલ-2 Key of the hounted threasure (Part-6) કલ્પેશ પ્રજાપતિ " તમારે એક ડેસ્ક માં બે જણાએ રહેવાનું છે." કેપ્ટને બધાંને સૂચના આપતાં કહ્યું. " અમારે કપડાં અને બીજો જરૂરી સામાન જોઈશે." કેપ્ટન ત્યાંથી નીકળી રહ્યો હતો ત્યાં એને રોકતાં રિયા બોલી. " તમારાં બધાંના કપડા ની અને બીજા જરૂરી સામાન ની વ્યવસ્થા થઈ ગઈ છે તે તમને તમારાં ડેસ્ક માં મળી જશે." રિયા ની વાત સાંભળી કેપ્ટને બધાંને કહ્યું. કેપ્ટન ત્યાંથી નીકળી પોતાની જગ્યા પર જઈને યાટ ચાલું કરી નકશા મુજબનાં લોકેશન તરફ આગળ વધે છે. પછી બધાં ૨-૨ ની ટુકડી પાડી પોત પોતાનાં ડેસ્ક માં જાય છે. ડેસ્ક ની