તૂ મેરી મેં તેરા મેં તેરા તૂ મેરી- રાકેશ ઠક્કર ફિલ્મ ‘તૂ મેરી મેં તેરા મેં તેરા તૂ મેરી’ (2025) નું નિર્માણ કરણ જોહરે અન્યો સાથે કર્યું છે અને નિર્દેશન ‘સત્યપ્રેમ કી કથા’ ના સમીર વિધ્વંશનું છે છતાં એને મુખ્યત્વે આર્યનની ગણવામાં આવી રહી છે. અનન્યા- કાર્તિકની લોકપ્રિયતાના સહારે નિર્દેશકે વાર્તામાં બહુ મહેનત કરી નથી. પ્લોટ એટલો પાતળો છે કે ક્યારેક એવું લાગે કે કોઈ લાંબો મ્યુઝિક વિડિયો જોઈ રહ્યા છીએ. ભાવનાત્મક રીતે ફિલ્મ નબળી છે. લેખકે કાર્તિક અને અનન્યાના પાત્રોને માત્ર સુંદર બતાવવામાં પર ધ્યાન આપ્યું છે. તેમના સંઘર્ષને ઊંડાણપૂર્વક રજૂ કરવામાં નહીં. અનન્યા પાંડે ખૂબ