ફેઈલર - પ્રકરણ 3

                              તે દિવસે સાહેબ ન આવ્યા હોવાથી રાજવીર મિલાપ પાસેથી બુક લેતા ભૂલી જાય છે. અને સાંજે ઘરે આવી જાય છે. અને ઘરે આવીને તેને યાદ આવે છે કે મિલાપ પાસેથી બુક લેતા ભુલાય ગયું પણ કંઈ વાંધો નહિ કાલે લઈ લઈશ. બીજા દિવસે રાજવીર ક્લાસમાં આવે છે. રાજવીર - પોતાની બેંચ પર બેસે છે. અને મિલાપને કહે છે. મિલાપ મારી બુક આપ હમણાં સર આવશે તો લેશન જોશે. મિલાપ - હા લે આ તારી બુક. રાજવીર - તારે લેશન થઈ ગયું?  મિલાપ - હા મારે બધું જ લેશન થઈ ગયું થૅન્ક્યુ