તક્ષશિલાના મુખ્ય ચોકમાં જાણે કાળરાત્રિ ખીલી હતી. જે મગધની સેના વિજયના નશામાં ડગલાં માંડતી હતી, તે હવે પોતાની જ મૂર્ખામી પર પસ્તાતી હતી. સૂર્યપ્રતાપની તલવાર અંધકારમાં વીજળીના લિસોટા જેવી ચમકતી હતી. તેના શરીરના ઘા હજુ તાજા હતા, પણ જે "અસ્મિતા" ની વાત ચાણક્યએ કરી હતી, તે આજે તેના રક્તમાં ઉકળતી હતી."સાવધાન!" ભદ્રશાલની ચીસ આખા ચોકમાં ગુંજી, પણ મોડું થઈ ગયું હતું.ચારેબાજુની અગાશીઓ અને છત પરથી તક્ષશિલાના ધનુર્ધારીઓએ અગ્નિબાણોનો વરસાદ શરૂ કર્યો. મગધના સૈનિકો બેભાન લોકોની વચ્ચે ફસાયા હતા, જેઓ હકીકતમાં જીવતા જાગતા કાળ સમાન હતા. ઓસરીઓ, ઓટલા અને દેરીઓ પાછળથી સૈનિકો બહાર આવ્યા.ચોકના મધ્યમાં સૂર્યપ્રતાપ અને ભદ્રશાલ ફરી એકવાર આમને-સામને