તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 22

તક્ષશિલાના રાજમહેલના ધન્વંતરિ કક્ષમાં અદ્રશ્ય તણાવ છવાયેલો હતો. સૂર્યોદયના પ્રથમ કિરણો બારીમાંથી છણાઈને અંદર આવી રહ્યા હતા, પણ એ પ્રકાશમાં ઉલ્લાસ નહોતો. સૂર્યપ્રતાપ શ્વેત વસ્ત્રો પર પથરાયેલા લોહીના ડાઘા સાથે બેભાન અવસ્થામાં હતો. તેના કપાળ પર પરસેવાના ટીપાં વળેલા હતા અને શ્વાસમાં એક પ્રકારની ગભરામણ હતી.ચંદ્રપ્રકાશ તેના ભાઈનો હાથ પકડીને બાજુમાં જ બેઠો હતો. "આચાર્ય, આ ઘા ઊંડો છે. લોહી પણ ઘણું વહી ગયું છે. શું આપણી પાસે બીજો કોઈ રાજવૈદ્ય નથી?" ચંદ્રપ્રકાશના અવાજમાં ધ્રૂજારી હતી.ચાણક્યએ જડીબુટ્ટીઓનો લેપ તૈયાર કરતાં શાંતિથી જવાબ આપ્યો, "ચંદ્ર, વૈદ્ય ગદ્દાર હોઈ શકે, પણ વિદ્યા ક્યારેય દગો નથી દેતી. સૂર્યપ્રતાપના શરીરમાં ક્ષત્રિય લોહીની સાથે તક્ષશિલાના