તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 19

  • 164

સૂર્યોદય થયો હતો, પણ તક્ષશિલાની હવામાં કેસરની સુગંધને બદલે યુદ્ધના ધુમાડાની ગંધ ભળેલી હતી. રાજમહેલના ગુપ્ત મંત્રણા કક્ષમાં વાતાવરણ અત્યંત ગંભીર હતું. આચાર્ય ચાણક્ય એક વિશાળ નકશા સામે ઉભા હતા, જેમાં તક્ષશિલાની ભૌગોલિક સીમાઓ અને મગધ તરફથી આવતા માર્ગો અંકિત હતા."પાંચ રાત બાકી છે," ચાણક્યનો અવાજ ખંડની ભીંતો સાથે અથડાઈને રણક્યો. "મગધની સેના સીધી રીતે આક્રમણ નહીં કરે. તેઓ જાણે છે કે તક્ષશિલાના પર્વતોને ઓળંગવા આસાન નથી. એટલે જ તેઓ 'ભેદ'ની નીતિ અપનાવી રહ્યા છે."સૂર્યપ્રતાપ તેની તલવારની ધાર તપાસતા બોલ્યો, "આચાર્ય, જો તેઓ છળથી આવે તો આપણે બળથી જવાબ આપીશું. મારી સેના લોહી રેડવા તૈયાર છે.""ના, સૂર્ય!" ચાણક્યએ મક્કમતાથી કહ્યું.