તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 16

  • 292
  • 74

ચંદ્રપ્રકાશે દૂધનો પ્યાલો હોઠની નજીક લાવ્યો. સેવકની નજર પ્યાલાની કિનારી પર સ્થિર હતી. પળવાર માટે ચંદ્રપ્રકાશને એ સેવકની આંખોમાં પસ્તાવો દેખાયો કે ડર, એ સમજાયું નહીં. બરાબર એ જ ક્ષણે, શયનખંડના ભારે પડદા પાછળથી આચાર્ય ચાણક્યનો શાંત પણ પ્રભાવશાળી અવાજ ગુંજ્યો."થોભો, યુવરાજ!"સેવકના હાથમાંથી સોનાની થાળી છટકીને નીચે પડી. ચંદ્રપ્રકાશે પ્યાલો પાછો પકડ્યો. ચાણક્ય અંધકારમાંથી બહાર આવ્યા, તેમની આંખોમાં એક વિચિત્ર તેજ હતું. તેઓ સેવકની નજીક ગયા, જે હવે થરથર ધ્રૂજી રહ્યો હતો."કાન્હા," ચાણક્યએ સેવકનું નામ લઈને સંબોધ્યું, "તારા પિતા તક્ષશિલાની ગૌશાળામાં પચીસ વર્ષથી સેવા આપે છે. તારા રક્તમાં ગદ્દારી ક્યાંથી આવી? કે પછી તારી મજબૂરીનો કોઈએ ગેરફાયદો ઉઠાવ્યો છે?"સેવક કાન્હો