તક્ષશિલાના આકાશમાં પૂનમનો ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હતો, પણ રાજમહેલના ગઢની રાંગ ઉપર પહેરો ભરતા સૈનિકોના મનમાં અમાસનો અંધકાર હતો. શપથવિધિનો ઉત્સવ હજુ હમણાં જ શાંત પડ્યો હતો. મહેલની ઓસરીઓમાં દીવડાઓનો પ્રકાશ લહેરાતો હતો, પણ એ પ્રકાશમાં પડછાયાઓ કંઈક વધુ જ લાંબા અને બિહામણા દેખાતા હતા.આચાર્ય ચાણક્ય પોતાના કક્ષના ઓટલા પર બેઠા હતા. તેમની નજર સામે પેલો પત્ર હતો, જે અગ્નિમાં ભસ્મ થઈ ચૂક્યો હતો, પણ તેના અક્ષરો ચાણક્યની સ્મૃતિમાં કોતરાઈ ગયા હતા: "તારું પોતાનું કોણ છે?""આચાર્ય..." પાછળથી એક ધીમો પણ મક્કમ અવાજ આવ્યો. એ સૂર્યપ્રતાપ હતો. તેના ખભે લટકતી તલવાર ચંદ્રના પ્રકાશમાં ચળકી રહી હતી.ચાણક્યએ પાછળ જોયા વગર જ