આપણે જે પ્રમાણે નક્કી કર્યુ તે મુજબ તમે સવારે ભાણીને મૂકી આવતા. હું થોડી વહેલી શાળાએ જતી અને દિકરો પણ મારી સાથે મારી શાળાએ આવતો. હું દસમા ધોરણવાળા વિદ્યાર્થીઓને એક પીરિયડ વહેલા બોલાવી લેતી અને એમને ભણાવીને પછી હું દિકરાને એની શાળાએ મૂકવા જતી અને ત્યાંથી ભાણીને લેવા જતી. મારી શાળાથી દિકરાની શાળા સુધી ચાલીને જ જતી નહીંતર રિક્ષાભાડું વધારે આપવું પડે કારણ કે ત્યાં સુધીની પેસેન્જર રિક્ષા મને મળે નહીં. પણ મારું અને દિકરાનું ચાલવાનું વધી ગયું. પહેલાં તો હું દિકરાને એની શાળાએ મૂકીને આવતી પણ હવે મારે એને મારી સાથે મારી શાળાએ લાવવો પડે પછી એને મૂકવા જવું