ધ સ્પાર્ક: વિશ્વાસઘાત અને બલિદાનની ગાથા - 7

ભાગ - ૭: છુપાયેલા રહસ્યો અને વકીલ તરફ પ્રયાણ સાહિલને ખબર હતી કે મિસ્ટર થોમસ જ હવે આ આખી વાર્તાનો એકમાત્ર કડી છે. જો કિંગમેકરે આટલી ગુપ્તતા જાળવી હોય, તો વકીલ સુધી પહોંચતા પહેલાં તેની પાસે શક્ય તેટલા વધુ પુરાવા હોવા જોઈએ. માત્ર હાર્ડ ડ્રાઇવ પૂરતી નહોતી.સાહિલે ફરી એકવાર વેરવિખેર લિવિંગ રૂમ અને ડેસ્કને ધ્યાનથી તપાસ્યું. આ વખતે તે એ દ્રષ્ટિથી જોઈ રહ્યો હતો કે એન્ડ્રુ અથવા અભિષેકએ ઉતાવળમાં શું છોડ્યું હશે.તે અભિષેકના ડેસ્કના ખૂણામાં પહોંચ્યો. ત્યાં, એક ધૂળ ભરેલા પુસ્તકોના ઢગલાની નીચે, તેને એક નાની ડાયરી મળી. ડાયરીનો કવર કાળા રંગનો હતો અને તેના પર 'A.S.' (અભિષેક કે એન્ડ્રુ