દલા તરવાડી - એક જૂની બાળવાર્તા

દલા તરવાડી - એક  જૂની બાળવાર્તાઆ એક વિસરાઈ ગયેલી જાણીતી બાળવાર્તા છે. અત્યારે 60 ઉપરની પેઢીને યાદ હશે. ઘણા યુવાન યુવતીઓને ખબર નથી તો બાળકોને કદાચ નવી જ વાર્તા સાંભળવામાં આવશે. એક બ્રાહ્મણ નામે  કદાચ દલસુખ ત્રિવેદી કે એવું હશે, પણ એ રહેતા એ ગામડામાં એને સહુ દલા તરવાડી કહેતા. એ રોજ એના કામે જતાં  આવતાં ગામની સીમ પાસેથી પસાર થતા જાય. રસ્તે લહેરાતાં ખેતરો આવે.  પાક લહેરાતો હોય. ક્યાંક ઘઉં બાજરો જેવું અનાજ તો ક્યાંક ખેતરમાં અનાજ અને વાડ  પર શાકભાજી. દલા તરવાડી તો એ જોતા જાય અને મોં માં પાણી આવે પણ ક્યારેય કોઈ પાસે સામેથી માગે નહીં.એમાં શિયાળો આવ્યો. દલા