️ પ્રકરણ ૧૨: પરંપરા અને પરિવર્તનનો સંઘર્ષવિસ્મયની કારકિર્દીની સફળતાની ઉજવણી કરવા અને દુનિયાની સામે પોતાનો ભવ્ય વારસો તેને સોંપી દેવા માટે યશે જે આલીશાન પાર્ટી રાખી હતી, ત્યાં વાતાવરણમાં એકાએક અણધાર્યો પલટો આવ્યો. વિસ્મયના એ શબ્દો— "મેં ભારતીય સેના (Indian Army) માં જોડાવાની તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. મારી તાલીમ ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે અને હું સેનામાં લેફ્ટનન્ટ તરીકે જોડાઈ રહ્યો છું." — સાંભળીને આખી પાર્ટીમાં સ્મશાનવત્ સન્નાટો છવાઈ ગયો.યશ, નિધિ, હરગોવનદાસ અને લક્ષ્મીબેન જાણે સજીવ મૂર્તિઓ બની ગયાં. તેઓ કલ્પના પણ નહોતાં કરી શકતાં કે જે વિસ્મય અત્યાર સુધી અત્યંત શાંત અને આજ્ઞાંકિત રહ્યો હતો, જેણે