"ના હું કોઈ જાણી જોઈને બ્રેક નથી મારી રહ્યો." મે વંશિકાને કહ્યું. હવે પછીનો ગામડાનો રસ્તો હતો એટલે વધુ સ્પીડબ્રેકરના કારણે બાઇક વધુ ફાસ્ટ ચલાવી શકાય તેમ નહોતું. અમે અમારી મંજિલ તરફ આગળ વધી રહ્યા હતા. અડધી કલાકમાં અમે ઘણા આગળ આવી ચૂક્યા હતા અને બસ હવે થોડીવારમાં અમે અમારી મંજિલ પર પહોંચવાના હતા. આગળ જઈને મેં બાઇક બીજા રસ્તા પર વાળી લીધું અને અમે લોકો અમારી મંજિલ પર પહોંચી ચૂક્યા હતા. મે બાઇક પાર્કિગમાં ઊભું રાખ્યું અને ઘડિયાળમાં જોયું. ૧૦ વાગી ચૂક્યા હતા. "ચાલો મેડમ આપણી મંજિલ આવી ગઈ છે." મે કહ્યું."આ કઈ જગ્યા છે ?" વંશિકાએ મને પૂછ્યું અને