હોમ સ્વીટ હોમ. દુનિયાનો છેલ્લો ખૂણો એટલે ઘર. જેવું સુખ પોતાના ઘરે આવીને મળે છે તેવું સુખ બીજે ક્યાંય નથી મળતું એવી ફિલિંગ મને મારા ઘરમાં દાખલ થતા આવી રહી હતી. મે મારું લગેજ મારા રૂમમાં મૂક્યું અને સીધો ફ્રેશ થવા માટે ગયો. ફ્રેશ થઈને પોતાના જૂના અવતારમાં આવી ગયો અને બહાર સોફા પર જઈને બેઠો હતો. મારે અવિ અને વિકી સાથે ઘણી બધી વાતો કરવી હતી પણ આજે નહીં. પછી આરામથી કરીશ એવું વિચારીને મે મારો મોબાઈલ ડેટા ઓન કર્યો કારણકે અત્યારે મારે વંશિકા સાથે વાત કરવી હતી. પુરા ૨ દિવસ વીતી ચૂક્યા હતા અને અમારી વચ્ચે કોઈ સરખી