સવાર સવારમાં મારા ફોનની રિંગ વાગીને મને ડિસ્ટર્બ કરી રહી હતી. પહેલિવાર જ્યારે ફોન વાગ્યો ત્યારે મેં તેને ઈંગ્નૉર કરી દીધો અને એમજ સુઈ રહ્યો. ૧ મિનિટની અંદર ફરીવાર મારો મોબાઈલ વાગવા લાગ્યો અને હવે મેં મોબાઈલ ઉઠાવીને સીધો મારા કાન પર રાખી દીધો. મે મારા ફોનમાં ઇયર પીકનું ઓપ્શન સેટ કરીને રાખ્યું હતું જેથી જેવો મોબાઈલ કાન પાસે આવે કે તરત કોલ રીસીવ થઈ જાય. હું હજી ઊંઘમાં હતો અને સામેના છેડેથી એક મીઠો અવાજ સંભળાયો. હું તે અવાજ ઓળખી ગયો. યાર કોણ હોય શકે મારી મીઠડી ગર્લ સિવાય તે. તે અવાજ વંશિકાનો હતો. "ગુડમોર્નિંગ મી."મે પણ જવાબમાં ઊંઘમાં