હું તારી યાદમાં 2 - (ભાગ-૪૫)

હું અને મલય બન્ને તેની બાઇક પર લટાર મારવા નીકળી પડ્યા હતા. ચારેક જેવા દિવસ પછી મને આમ બહારની હવા મળી રહી હતી. હું મલયની પાછળ બેઠો હતો અને નવા નવા રસ્તાઓ અને નવી નવી બિલ્ડિંગોનો નજરો જોઈ રહ્યો હતો. અમે લગભગ ૫ કિમી જેવા અંતરે આવી ચૂક્યા હતા અને ત્યાં એક ગિથમ કરીને કોઈ વેજ રેસ્ટોરન્ટ હતી જ્યાં અમે બંને આવી પહોંચ્યા. હું બાઇક પરથી નીચે ઉતર્યો અને મલય બાઇક પાર્ક કરીને આવ્યો. અમે બંને રેસ્ટોરેન્ટમાં દાખલ થયા. બહારથી દેખાવમાં એક સાદુ રેસ્ટોરન્ટ હતું અને બહુ જૂનું પણ લાગી રહ્યું હતું. અમે અંદર જઈને ટેબલ પર જઈને બેઠા.મલય :-