હું ઓફિસમાં દાખલ થઈ ચૂક્યો હતો અને અચાનક મારા મોબાઈલમાં વંશિકાના મેસેજના નોટિફિકેશન આવ્યા જેને જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. મને એટલો ખ્યાલ જરૂર હતો કે વંશિકા મારું સ્ટેટ્સ જોશે એટલે એને એટલું ખબર પડી જશે કે હું અત્યારે અમદાવાદથી બહાર જઈ રહ્યો છું પણ તે વાતનો ખ્યાલ નહોતો કે વંશિકા મને મેસેજ કરી દેશે. મારી પાસે હવે વંશિકા સાથે વાત કરવાનો થોડો પણ સમય નહોતો કારણકે જો હું મેસેજનો જવાબ આપીશ અને કદાચ તેનો સામે જવાબ મળી જશે તો અમારી વાત બહુ લાંબી થઈ જશે અને હું મારા કામ પર સમય નહીં આપી શકું અને મારું ધ્યાન ભટકી જશે.