હું તારી યાદમાં 2 - (ભાગ-૪૨)

બોર્ડિંગ ગેટ ક્રોસ કરીને થોડું ચાલીને આગળ જતા હું મારી ફલાઈટમાં પહોંચ્યો. મે એરહોસ્ટ્રેસને મારો પાસ દેખાડ્યો. હું આગળ ચાલીને મારી સીટ શોધીને બેસી ગયો. સારું થયું મારી વિન્ડો સીટ બુક કરાવેલી હતી. થોડીવારમાં એનાઉન્સમેન્ટ શરૂ થઈ અને પ્લેનની તથા મુસાફરોની સેફ્ટી રિલેટેડ જાણકારી એર્હોસ્ટ્રેસે પોતાની હાથની એક્શન કરીને સમજાવવા લાગી અને થોડીવારમાં ફ્લાઇટ ટેકઓફની એનાઉન્સમેન્ટ પણ શરૂ થઈ. મને આ બધામાં કોઈ ઇન્ટ્રેસ્ટ નહોતો. ફલાઇટની જે બેઝિક જાણકારી હોવી જોઈએ તે મારી પાસે પૂરતા પ્રમાણમાં હતી. હું મારો મોબાઈલ કાઢીને મારા ઇમેઇલ ચેક કરી રહ્યો હતો. અચાનક મારા મનમાં વિચાર પ્રગટ થયો. "શું મારે વંશિકાને જણાવવું જોઈએ કે હું