હું તારી યાદમાં 2 - (ભાગ-૪૧)

હું મારા મનના વિચારોમાં ખોવાયેલો હતો અને મારી ઑફિસનો દરવાજો ઓપન થયો અને શિખા અંદર આવી. શિખા આવીને મારી સામેની ખુરશી પર બેઠી અને કહ્યું.શિખા :- અરે સર આજે બહુ મોડા આવ્યા ઓફિસ પર.હું :- હા યાર મોડું થઈ ગયું કાલે રાત્રે મોડે સુધી જાગ્યો હતો અને મોબાઈલ પણ સાઇલેન્ટ હતો એટલે સવારે કાઈ ખબર ના રહી.શિખા :- અચ્છા તો પછી કાલનું કેવું રહ્યું તમારુ મિશન ?હું :- જવા દે યાર શું વાત કરું તેના વિશે. કાઈ કહેવા જેવું નથી મારું આખું મગજ હેંગ કરી નાખ્યું છે એના લીધે તો સવારે ઊઠ્યું નહીં.શિખા :- કેમ ભાભીએ ના પાડી દીધી ?હું