હું તારી યાદમાં 2 - (ભાગ-૪૦)

  • 90

ખટ... ખટ... ખટ.... અબે ડોફા દરવાજો ખોલને. ક્યારના અમે ખખડાવીએ છીએ તને ખબર નહીં પડતી કે શું. ક્યારનો રૂમમાં ભરાઈને બેઠો છે અને કઈ બોલતો પણ નથી. અવિ જોરથી બૂમો પાડતો પડતો બોલી રહ્યો હતો. વંશિકા મારી સામે અચાનક આવી શરત મૂકીને જતી રહી હતી. વંશિકાની શરત પ્રમાણે મારે હવે તેને થોડો ટાઈમ કોઈ કોન્ટેક્ટ નહોતો કરવાનો અને વાત પણ નહોતી કરવાની. મે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે વંશિકા અચાનક આવો ઝટકો આપીને જતી રહેશે. હવે મારા મનમાં વધુ ડર લાગી રહ્યો હતો કે જેવીરીતે વંશિકાએ મને વાત કરી હતી કદાચ એનો જવાબ પણ હવે મને નેગેટિવ મળશે અને કદાચ