હું તારી યાદમાં 2 - (ભાગ-૩૯)

  • 316
  • 1
  • 116

ઘડિયાળમાં જુઓ ૭:૩૦ થઈ ગયા છે અને મને ભૂખ પણ લાગી છે. ચાલો આપણે હવે જમવા માટે જઈએ. આટલું વંશિકાએ મને કહ્યું. વંશિકાએ એવું પણ કહ્યું હતું કે હજી તમારા બીજા રાઝ ત્યાં જઈને ખોલાવુ છું. વંશિકાને લાગતું હતું કે હજુ પણ હું તેની સામે કંઈક છુપાવું છું અથવા તે આ વાત મજાકમાં કહી રહી હતી પણ ખરેખર હવે મારી પાસે છુપાવવા માટે કશું બાકી નહોતું. મારા જીવનની આખી ચોપડી હવે મે વંશિકા સામે ખોલી નાખી હતી. અત્યાર સુધી જે કાઈ પણ હતું તે મેં વંશિકાને જણાવી દીધું હતું હા પણ મારી અને શિખા વચ્ચેની વાતો વંશિકાને ખબર નહોતી કે