હું તારી યાદમાં 2 - (ભાગ-૩૭)

  • 324
  • 178

ગઈ કાલે રાત્રે હું ખૂબ મોડા સુધી જાગ્યો હતો જેના કારણે આજે હું બહુ મોડો ઉઠ્યો હતો. મે ઉઠીને મોબાઈલમાં ચેક કર્યું સવારના ૧૧:૧૦ થઈ ગઈ હતી. સવારમાં જાગીને મારી પાસે કોઈ કામ નહોતું અને નાસ્તાનો ટાઈમ પણ જતો રહ્યો હતો એટલે મેં ફક્ત ચા પીધી અને ફ્રેશ થવા માટે જતો રહ્યો. લગભગ ૧૫ થી ૨૦ દિવસ પછી મને રવિવારનો દિવસ આરામદાયક લાગી રહ્યો હતો. ગયા રવિવારે બપોર પછી જયંતસરનો ફોન આવેલો અને તેમણે મને મૂર્તિ સર સાથેની કોન્ફરન્સ મિટિંગમાં બેસાડી દીધો હતો. જેમાં ૧ કલાક જેવો સમય મૂર્તિ સરે મારા મગજની અણી કાઢી નાખી હતી નવા સૉફ્ટવેર વિશે કામ