"હેલો રુદ્ર, સો ટેલ મી વોટ ધ ઈઝ ગુડન્યુઝ ?" વંશિકાનો મેસેજ આવી ગયો. મે તરત હવે એનું ઇનબૉક્સ ઓપન કર્યું અને તરત જવાબ આપવા મારી આંગળીઓ ટાઈપિંગ કરવા આગળ વધી.હું :- તું વિચાર કરી શકે શું ગુડન્યુઝ હોઈ શકે ?વંશિકા :- અરે યાર હું ક્યાંથી વિચારી શકું અને તમે આમ વાત ફેરવ્યા ના કરશો. પ્લીઝ જલ્દી જણાવો.હું :- અચ્છા ચાલ કહી દઉં. ગુડન્યુઝ એવી છે કે મારું પ્રમોશન થઈ ગયું છે અને હું સિનિયર એન્જિનિયરમાંથી જોઇન્ટ મેનેજર બની ગયો છું. ટૂંક સમયમાં પ્રમોશન લેટર પણ મળી જશે.વંશિકા :- વાઉ, આ તો ખૂબ મોટી ગુડન્યુઝ છે. કોંગ્રેચ્યુલેશન જોઇન્ટ મેનેજરની પોસ્ટિંગ