હું તારી યાદમાં 2 - (ભાગ-૩૪)

જયંતસર :- રુદ્ર સૌથી પહેલા તને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન.હું :- સર કઈ વાત માટે ?જયંતસર :- તને યાદ છે મે તને કહ્યું હતું કે હેડઓફિસથી મારી જગ્યાએ તને મી. મૂર્તિ જોડે મિટિંગ કરવા માટે તે લોકોએ મને ટાસ્ક આપ્યો હતો અને મે તને કહ્યું હતું કે તું તારી પરીક્ષામાં પાસ થઈ ગયો છે.હું :- હા સર, મને યાદ છે તે વિષય પર આપણી વાત થઈ હતી.જયંતસર :- હા એટલે આવતા રવિવારે હોટલ હોલીડે એક્સપ્રેસ ઇનમાં આપણી કંપની તરફથી સિલ્વર જયુબિલી રાખવામાં આવ્યું છે અને તેમાં કંપનીના લોકોના પ્રમોશન વિશે પણ અનાઉન્સમેન્ટ થશે. તારું નામ મેં નોમિનેશન માટે આપ્યું હતું અને