આજે વંશિકા પહેલીવાર મારી અંદર રહેલા બાળકને મળી હતી. હું જે રીતે મહર્ષ સાથે રમતો હતો એમાં મારી અંદર રહેલું બાળક ફરીવાર પોતાના બાળપણનું જીવન જીવી રહ્યું હતું. થોડીવાર મહર્ષ સાથે રમીને હું થાકી ગયો હતો અને હવે મારે આરામની જરૂર હતી. અવી અને વિકી બીજા છોકરાઓ સાથે રમતા હતા અને વાતો કરતા હતા. હું વંશિકાની બાજુમાં આવીને બેઠો.વંશિકા :- કેમ મિ. રુદ્ર થાકી ગયા ?હું :- હા યાર, થોડો થાક લાગ્યો પણ મારે દર વખતે મહર્ષ સાથે આમ રમવાનું હોય છે એટલે મને આદત પડી ગઈ છે.વંશિકા :- ખરેખર આજે તમારી અંદર રહેલું બાળક આજે બહાર આવી ગયું. આજે