હું તારી યાદમાં 2 - (ભાગ-૩૨)

હું અને વંશિકા અનાથાશ્રમના ગેટ પાસે આવીને ઊભા રહ્યા. વંશિકા બોર્ડ પર લખેલું નામ વાંચી રહી હતી. મે વંશિકાને કહ્યું. " અહીંયાથી શરૂ થાય છે સફર અનાથ બાળકોના જીવનની." આટલું કહીને મેં ગેટનો દરવાજો ખખડાવ્યો. થોડી સેકંડોમાં વોચમેને દરવાજો ખોલ્યો. વોચમેન પણ અમને સારી રીતે ઓળખતા હતા. આમ જોવા જઈએતો આપણે અનાથાશ્રમમાં વિઝિટ કરવા માટે એમની પાસે પહેલેથી એપાઈન્ટમેન્ટ લેવી પડતી હોય છે પણ અમારી પહેલાથી ઓળખાણ હોવાથી અમને એપાઈન્ટમેન્ટની જરૂર નહોતી પડતી. એટલામાં અવિ અને વિકી પણ થેલા લઈને અમારી પાસે આવી પહોંચ્યા. અમે ચારેય અંદર દાખલ થયા. અંદર જતા મધરાતેરેસાનું પૂતળું બનાવેલું હતું અને આગળની જગ્યા થોડી ખુલ્લી