બીજા દિવસે શિખર ઓફિસમાં જ નહોતો. તે સવારે આવ્યા પછી કોઈને કહ્યા વગર અચાનક બહાર નીકળી ગયો હતો.શિખાને ચિંતા થઈ. તેણે શિખરને ફોન કર્યો, પણ કોઈ જવાબ ન મળ્યો.બપોરે લગભગ ત્રણ વાગ્યે, શિખરના ડ્રાઈવર અર્જુન કાકા શિખાની કેબિનમાં આવ્યા. અર્જુન કાકા શિખરના વિશ્વાસુ અને જૂના ડ્રાઈવર હતા."શિખા બેટા," અર્જુન કાકાનો અવાજ ભારે હતો, "શિખર સરની તબિયત સારી નથી. તેઓ ઘરે જ છે, પણ ફોન નથી ઉપાડી રહ્યા. મને એમણે સવારે કહ્યું હતું કે કોઈ સંજોગોમાં આજે ઓફિસમાં આ ફાઇલ જોઈશે જ."અર્જુન કાકાએ એક જૂની અને બંધ ફાઇલ શિખાના હાથમાં મૂકી. તે ફાઇલ પર કોઈ લેબલ નહોતું."આ ફાઇલ શું છે, કાકા?"