ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 4

હાર્દિક: નમસ્કાર મિત્રો! સ્વાગત છે ફરી એકવાર આપણા પોડકાસ્ટમાં ગીતા : સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના . હું છું હાર્દિક અને આપણી સાથે છે આપણા ગાઈડ, શાસ્ત્રીજી.      શાસ્ત્રીજી, આજે મારે આજની શરૂઆત એક કડવી સત્ય ઘટનાથી કરવી છે. હમણાં હું નીચે ચા પીતો હતો ત્યાં બે યુવાનો વાત કરતા હતા. એક છોકરો કહેતો હતો, "યાર, મારે યુટ્યુબર બની જવું છે, ભુવન બામની જેમ." બીજો કહેતો હતો, "ના ભાઈ, અત્યારે તો શેરબજારનો જમાનો છે, હું ટ્રેડિંગ શીખું છું."     મેં પૂછ્યું, "તમને શેમાં રસ છે?" તો બંને ચૂપ! આજે દરેકને બીજા જેવું બનવું છે. કોઈને 'પોતાના' જેવું નથી રહેવું.    શાસ્ત્રીજી,