પ્રકરણ - 9 હું એકદમ બીમાર હતો. સંપૂર્ણપણે ભાંગી પડયો હતો. . તે જ ક્ષણે, અનન્યા મારી પાસે આવી હતી. મેં તેને ગળે લગાવીને વિનંતી કરી હતી "હવે તું ખરેખર મારી બહેન છે... બસ એક વાર ગરિમાને મારી પાસે લઈ આવ. " પણ એ શક્ય ન હતું. આ પરિસ્થિતિમાં, અનુરાગ તેના ગામના બે મિત્રો સાથે કોલેજના ક્લાર્ક પાસેથી તેનું સરનામું મેળવી તેના મિત્રો સાથે તેના ઘરે પહોંચી ગયો હતો. તેઓએ ગરિમાને આખી પરિસ્થિતિ શબ્દશ : સમજાવી હતી.