ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 59શિર્ષક:- અહિંસાવાદની વિકૃતિલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 59." અહિંસાવાદની વિકૃતિ."એક બીજા બનાવે પણ મને ઝકઝોળી દીધો. આ પ્રસંગ મેં ઘણી વાર લોકોને કહ્યો તથા લખ્યો પણ છે. બન્યું એવું કે ૧૯૬૨ની લડાઈ પૂરી થયા પછી એક-બે મહિનામાં મારે દિલ્હી જવાનું થયું. થ્રી-ટિયરમાં હું સૂતેલો તે કાનપુર કે લખનૌ આવ્યું ત્યારે સવાર થવાથી જાગીને સીટ ઉપર બેસી ગયો હતો. મેં જોયું કે મારી સાથેના પાંચે માણસો સૈનિકો છે. મને નવું નવું જાણવાની હંમેશાં જિજ્ઞાસા રહે છે. સૈનિકો પાસેથી કાંઈ નવી વાત –સાચી વાત જાણવાની મારી જિજ્ઞાસા હતી. પણ