MH 370 - 37

37. આશા અમર છે જએકાએક શિપ હતું તે તરફથી, અમારી બીજી બાજુના દરિયા ઉપર કોઈ વિમાન આવ્યું અને ચકરાવા લાગ્યું. મેં કહ્યું એમ અમે દરિયાની ખાંચ જેવા ભાગ પર હતાં. બેય બાજુ દરિયો હતો અને ત્રીજી બાજુ ટેકરી પાછળ આદિવાસીઓ કે કોઈ ખતરનાક ગુનેગારોના માણસોનો અડ્ડો હતો. પ્લેન કોના તરફથી હતું? એ લોકો કે અમારી કોઈ રિસ્ક્યુ ટીમનું?પ્લેન થોડું નીચે ઉતરી મંડરાવા લાગ્યું. અમને લાગ્યું કે આખરે મદદ આવી પહોંચી. મને સહુએ પિંગ મોકલવા બદલ અભિનંદન આપ્યાં.અમારા  હતા ને બચેલા એ બધા જ યાત્રીઓએ ભેગા થઈ નીચેથી હો હો કરી, હાથ હલાવ્યા કર્યા. નર્સે વળી દરિયામાંથી જ કોઈએ ગોતેલ શંખ જોરથી