અસ્તિત્વ - 9

અનુરાધાએ આસ્થાને પાણી આપ્યું, અને તેઓ એના ચહેરાને જોઈ જ રહ્યા! બદલાયેલ ચહેરો, જૂનું કઈ જ યાદ નથી અને કોઈ જ ઓળખ તેની પોતાની પાસે નહોવાથી એમને આસ્થા કોણ હશે? અને એનો પરિવાર ક્યાં હશે એ પ્રશ્ન હવે ખુબ મુંઝવી રહ્યો હતો. ખરી કસોટી હવે શરૂ થઈ હતી. એનો ચહેરો બદલાઈ ગયો છે એ હકીકત એની કેમ રજૂ કરવી એ પ્રશ્ન મનોમન એને ખૂબ મૂંઝવી રહ્યો હતો."મમ્મી હું એક વાત પૂછું?""પૂછને બેટા! તારે કઈ પણ બેજિજક પૂછવું. તને જે પણ જાણવું હોય એ તું જાણી શકે છે!""મમ્મી હું અહીં હોસ્પિટલ ક્યારે એડમિટ થઈ? મને માથામાં તો કઈ જ નથી. પણ