સરકારી પ્રેમ - ભાગ 14

"અરે વાહ યાર.." નવનીત બહાર ની લાઈટો જોઈ કહે છે."શું જોરદાર ક્લાસ બનાવી છે? અંહી ભણવાની મજા જ છે. કેટલા બધા વિદ્યાર્થીઓ છે?" નવનીત અંદર પ્રવેશ કરતા કહે છે." નવનીત અંદર આવ. મેન્ટર સર ને મળી આવ. અમે‌ ક્લાસમાં જઈએ. "ઐયર અને રિતેશ દરવાજો બતાવી નીકળી જાય છે.નવનીત તો‌ પહેલા થી જ કોચિંગ ક્લાસ થી અંજાઈ ગયો ‌હતો. એ જેમ અંદર પ્રવેશ કરે છે તો જાણે કોઈ કોર્પોરેટ કંપની નો મેનેજર હોય એમ એક સર કોટ સુટ અને કાંઈ પહેરીને બેઠા હતા." કમ ઇન ઓફીસર .." એ વ્યક્તિ કહે છે." સર..થેન્કયુ." નવનીત તો જાણે કોઈએ હવા ભરી હોય એમ ખુશ