પ્રકરણ - 8 ગરિમા દેસાઈ! તે પણ મારા સમુદાયની હતી. ભવિષ્યમાં આ મારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ હતી. મારા જીવનમાં તેણીના આગમનથી હું ઘણો બદલાઈ ગયો હતો. હું નકારાત્મક વાતાવરણમાં જીવી રહયો હતો ... બધું નકારાત્મક રીતે વિચારી રહયો હતો . પરંતુ ગરિમાને મળ્યા બાદ જાણે ચમત્કાર થઈ ગયો હતો , અને હું રાતોરાત સકારાત્મક બની ગયો હતો. હું મારી જાતને સર્વગુણ સંપન્ન માનવા લાગ્યો હતો. ગરિમાની હાજરી મારા માટે આઠમી અજાયબી સાબિત થઈ