જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૨ ‘જે થઈ રહ્યું છે તે જ કરતાં રહેવાથી પ્રગતિ શક્ય નથી.’ આ સુવિચાર આજના ડિજિટલ યુગના 'ઓટોપાયલોટ' મોડ પર જીવતા માનવી માટે એક જોરદાર સંદેશ છે. આજના જીવનમાં આપણે એક એવા લૂપમાં ફસાઈ ગયા છીએ જ્યાં 'ગઈકાલે જે કર્યું તે જ આજે કરીશું, અને આવતીકાલે પણ તે જ કરશું' – બસ આ જ આપણો નિયમ બની ગયો છે. સવારે ઉઠીને સોશિયલ મીડિયા ચેક કરવું, ઓફિસમાં રૂટિન ઈ-મેઈલનો જવાબ આપવો, સાંજે ટીવી જોવું અને સૂઈ જવું. આ બધામાં આપણને સુરક્ષાની ભાવના તો મળે છે, પણ પ્રગતિની નહીં. જીવનનું હળવું જ્ઞાન એ છે કે આપણે આરામ અને ટેવને જ પ્રગતિ માની લઈએ છીએ.