ભાગ - ૫: પાછા ફરવાનો નિર્ણય (The Turnaround)સાહિલ ખુરશી પર બેસીને થાકી ગયો હતો, પણ તેના મનમાં ચાલી રહેલો સંઘર્ષ સમાપ્ત થયો નહોતો. તે વેઇટિંગ રૂમની અસહ્ય ગરમીમાં ઊભો થયો અને વોશરૂમ તરફ ચાલ્યો.વોશરૂમની ઠંડી, આરસની દીવાલો અને તેજસ્વી સફેદ લાઇટમાં, તેણે અરીસામાં પોતાનો ચહેરો જોયો. આંખોમાં ડર, કપાળ પર પરસેવો અને ગાલ પર ઉઝરડાના નિશાન – આ ચહેરો એક ભાગેડુનો હતો.તેના મગજમાં છેલ્લી બે રાતોની ઘટનાઓ ઝડપથી ફરી વળી, તેને સમજાતું નહતું કે હવે આગળ શું કરવું શું થશે તેના માટે આ મુલ્ક અજાણ્યો હતો. અહીં ના કાયદાથી તે તદ્દન અજાણ હતો. અત્યારે તેના મગજ માં કોલાહલ હતો અને