રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યાદો ફરી તેને ઘેરવા લાગી.શિખર (મનમાં): "આ શું થઈ રહ્યું છે મને? હું ફરી શા માટે આ લાગણીઓનો અનુભવ કરી રહ્યો છું? મેં મારા હૃદયને સિમેન્ટની જેમ જામ કરી દીધું હતું. મને યાદ છે પ્રિયાએ શું કર્યું હતું... ખોટા આરોપો, જેલ, દિશાનું છૂટી જવું! જો શિખા પણ... જો તે પણ મને છોડી દેશે તો? હું બીજીવાર આટલું મોટું દુઃખ સહન નહીં કરી શકું. આકર્ષણ સારું છે, પણ પ્રેમ? ના, પ્રેમ મારા માટે નથી. આ ભૂલ ફરી ન થવી જોઈએ."તેણે કોફીનો કપ હાથમાં લીધો. કપ પરથી વરાળ ઊડતી હતી, પણ