Bio Clock Mindset

*બાયો-ક્લૉક માઈન્ડ-સેટ*મોટાભાગનાં લોકોનો અનુભવ હશે કે જયારે પણ બીજે દિવસે સવારના પહોરમાં બસ, ટ્રેન પકડવાની હોય કે અન્ય કામે બહાર જવાનું હોય ત્યારે આપણે સવારના ચાર વાગ્યાનું એલાર્મ મુકીને સુઈ જતા હોય છે, આખી રાત ઉંઘતા જાગતા પસાર કરીએ છીએ અને એલાર્મ વાગે તે પહેલાં જ ઉઠી જઈએ છીએ. ઘણી વાર એલાર્મ વાગવાને સમયે જ આંખ લાગી જાય છે. *આને Bio-Clock(માઈન્ડ સેટ) કહે છે.*        આપણે જ આપણા મનથી આવા એલાર્મ જાણ્યે અજાણ્યે Set કરતાં હોઈએ છીએ.આપણામાંના ઘણા એવું માનતા હોય છે 80 થી 90 વર્ષના થયા એટલે બહુ જીવ્યા. આપણે એવું માનતા હોય કે આપણું શરીર એક મશીન છે