: પ્રકરણ : : 2 થોડા દિવસો વીતી ગયા હતા.મારી નાની મા તરફથી માર ખાધા પછી, મેં નિયમિત શાળાએ જવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ મારા ભાઈ સુખેશે ફરીથી શાળાએ જવાનું બંધ કરી દીધું હતું. આ વખતે તે તરત જ પકડાઈ ગયો હતો. અને મારી નાની મા એ સુખેશને ઢોર માર માર્યો હતો. તેણીએ તેને ખાવાનું પણ આપ્યું ન હતું. અને તેને રાતભર પડોશના એક અંધારાવાળા ઓરડામાં બંધ કરી દીધો હતો. આ સુખેશ માટે જીવલેણ સજા સાબિત થઈ હતી. તે શાળાએ જવા માંગતો ન હતો. અને ભગવાને તેને આ રીતે મદદ કરી હતી! તે