ભાગ - ૩: ગાયબ થવાનું રહસ્ય અને અપહરણએન્ડ્રુ અને ડેવિડ બંને એક સાથે અચાનક ગુમ થઈ ગયા હતા. અભિષેક પર કંપનીના રોકાણકારોનું દબાણ વધી રહ્યું હતું, કારણ કે એન્ડ્રુનું અચાનક ગાયબ થવું એ કંપનીના $50 મિલિયનના પ્રોજેક્ટ માટે ઘાતક હતું.સાંજનો સમય હતો. અભિષેક પોતાની કાળી લક્ઝરી સેડાન ચલાવીને એન્ડ્રુના ઘરે પહોંચ્યો. અભિષેક સાથે સાહિલ પણ હતો, જે મારિયાને સધિયારો આપવા માંગતો હતો.દરવાજો કાયલાએ ખોલ્યો. એન્ડ્રુનું વૈભવી ઘર આજે ડરામણી રીતે શાંત હતું. ભવ્ય લિવિંગ રૂમમાં, જ્યાં હંમેશા હાસ્ય અને સંગીતનો અવાજ રહેતો, ત્યાં આજે સન્નાટો છવાયેલો હતો. બારીઓમાંથી આવતો ઝાંખો પ્રકાશ અને લેમ્પની નબળી રોશની વાતાવરણને વધુ ગંભીર બનાવી રહી