સાહિલ આંખો બંધ કરીને બેઠો હતો, પણ તેની માનસિક સફર હજી શરૂ જ થઈ હતી. તેની ચેતના પાછી વળીને ત્રણ મહિના પહેલાં, અમેરિકાની ધરતી પર મૂકેલા પહેલા ડગ પાસે પહોંચી ગઈ.એ દિવસ! હા, એ દિવસ યાદ છે. ન્યૂ યોર્કનું JFK એરપોર્ટ. પ્લેનમાંથી ઉતરીને જ્યારે તેણે અમેરિકાની જમીન પર પગ મૂક્યો હતો, ત્યારે શરીરમાં એક અદભૂત રોમાંચની લહેર દોડી ગઈ હતી. સ્વપ્ન સાકાર થયું હોય એવો અહેસાસ હતો.તેણે વિચાર્યું હતું કે, "અહીં કેટલું ફરવું છે! ટાઇમ્સ સ્ક્વેરની ચમક, સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની ભવ્યતા, નાયગ્રાના ધોધનો ઘૂઘવાટ... આ બધું અનુભવવું છે."તેના પિતરાઈ ભાઈ સાથેની મુલાકાતો યાદ આવી. સેન્ટ્રલ પાર્કની લીલોતરીમાં હસવું. બ્રુકલિન બ્રિજ