લંચ પછી ઓફિસમાં દિવસો પસાર થતા ગયા. શિખર અને શિખાનું બંધન હવે વ્યવસાયિક મર્યાદાઓથી ઉપર ઊઠી ગયું હતું. તેઓ બંને એકબીજાના મૌનને સમજવા લાગ્યા હતા.એક સાંજે, ઓફિસ પૂરી થયા પછી પણ બંને કામમાં વ્યસ્ત હતા. બહાર આકાશમાં વાદળોનો ગડગડાટ શરૂ થયો. શિખર પોતાની કેબિનમાંથી બહાર આવ્યો અને જોયું તો શિખા હજી ડેસ્ક પર બેસીને રિપોર્ટ પૂરો કરી રહી હતી. મિસ શિખા, આટલું મોડું? શિખરે નરમાશથી પૂછ્યું.શિખાએ માથું ઊંચું કર્યું. તેના ચહેરા પર થોડો થાક હતો, પણ આંખોમાં કામ પૂરું કરવાની ધગશ હતી. બસ સર, થોડું બાકી છે. મારે આજે આ ટાસ્ક પૂરો કરીને જવું છે. શિખર તેના ડેસ્ક પાસે ગયો અને ઊભો