ગામના ચોરે ડાયરો બેઠો હતો,અલકમલક ની વાતો થતી હતી અને કસુંબા ની મોજ મણાતી હતી. છેટે થી દરબાર ને આવતા જોયા ને આખોયે ડાયરો બાપુ ને રામ રામ કરતો ઊભો થઈ ગયો.બાપુએ ઘોડી થંભાવી અને ડાયરાને રામ રામ કર્યા અને ડેલીએ ડાયરાને આવવાનું નિમંત્રણ આપી ઘોડી હંકારી મૂકી. દરબાર એ કેસર ને ઘોડાહર માં બાંધી અને બધી ઘોડીઓ ને નિરણ નાખી,બપોર નુ ટાણું થવા આવ્યું હતું.બાપુ ડેલીએ જઈ ને હજી બેઠા ત્યાં એને રસ્તે દૂર થી આવતો ઘોડેસવાર દેખાયો. એ નજીક આવ્યો એ પહેલા જ દરબાર ઓળખી ગયા અને એને આવકારવા સામાં ડગલા માંડ્યા,આવો આવો કાઠી આજે