જલ પરીની પ્રેમ કહાની - 39

જાદુગર પિરાન મુકુલ ના હાથે માર્યો ગયો હતો, મત્સ્ય લોકના લોકો એ ક્યારેય વિચાર્યું નોતું કે જાદુગર પિરાન મરી શકે છે. બધા તેનાથી ત્રસ્ત હતા પણ એ સમુદ્રના કોઈ પણ જીવથી મરી શકે તેમ ન હતો. જાદુગર પિરાન ને મળેલું વરદાન આખા સમુદ્ર લોક માટે અભિશાપ બની ગયું હતું, પણ આજે સૌ એ અભિશાપ માંથી મુક્ત થઈ ગયા હતા.       રાજકુમારી મીનાક્ષી મુકુલ પાસે ગઈ અને એનો હાથ પોતાના હાથ માં પકડી ને તેને મહારાજ પાસે સિંહાસન સુધી લઈ ગઈ. મીનાક્ષી ના હાથનો હુંફાળો સ્પર્શ થતાં જ મુકુલ જાણે કોઈ ઘોર નિંદ્રા માંથી સફાળે જાગ્યો હોય તેમ બઘવાઈ ગયો.