કિસ કિસ કો પ્યાર કરું 2

  • 200
  • 56

કિસ કિસ કો પ્યાર કરું 2-રાકેશ ઠક્કર         કપિલ શર્મા કોમેડીની દુનિયાનો ધુરંધર છે. તેની ‘કિસ કિસ કો પ્યાર કરું 2’ નો બોક્સ ઓફિસ પર કરૂણ રકાસ થયો છે. પરંતુ કપિલના ફેન્સ માટે આ ફિલ્મ એક ટ્રીટ છે. કારણ કે તેની કૉમેડી ટાઇમિંગ હજી પણ ધારદાર છે. સંવાદ અને સિચ્યુએશનલ કૉમેડી દર્શકોને હસાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે. પરંતુ જ્યાં 2015ની ફિલ્મમાં તાજગી હતી ત્યાં આ  સીકવલમાં ક્યાંક ને ક્યાંક પુનરાવર્તનનો અહેસાસ થાય છે.         કપિલની આ ફિલ્મની નિષ્ફળતા માટે ઘણા કારણ આપી શકાય એમ છે. આ ફિલ્મ પસંદ ન આવવાના મુખ્ય કારણોમાં સમય, નિર્દેશન અને વાર્તાની નબળાઈ જવાબદાર છે. પહેલી ફિલ્મનું નિર્દેશન અબ્બાસ-મસ્તાન જેવી અનુભવી જોડીએ કર્યું હતું. એમણે ભલે કૉમેડી