પરિવાર એટલે સંપૂર્ણ બ્રહ્માંડ શહેરના જૂના ભાગમાં આવેલી એ સંકડી ગલીમાં એક નાનકડું મકાન હતું. મકાન શું, બસ બે રૂમ, એક જૂની ખુરશી, કાચા રંગની દીવાલો અને છતમાંથી ટપકતી બૂંદો. વરસાદ પડે ત્યારે ઘરની અંદર પણ છત્રી ખોલવાની ફરજ પડે એવી હાલત. છતાં, એ ઘરમાં એક એવી ગરમી હતી, જે મોટા બંગલામાં પણ ભાગ્યે જ મળે.રમેશ એ મકાનનો આધારસ્તંભ હતો. દિવસના બારથી ચૌદ કલાક મજૂરી, ક્યારેક બાંધકામ પર, તો ક્યારેક ટ્રકમાંથી માલ ઉતારતો. હાથમાં પડેલા કાઠાં, પગમાં સતત દુખાવો પણ ચહેરા પર કદી ફરિયાદ નહીં. એ જાણતો હતો કે એની થાકેલી આંખો પાછળ એક પરિવાર રાહ જોઈ રહ્યો છે.સીતાબેન, એની પત્ની,