આમ, જાણે જીવનની બીજી ઈનિંગ શરૂ થઈ હતી. પણ હવે, મમ્મીની કોઈ પણ વાતથી હું દુઃખી થતી ન હતી. અને શાંતિથી આપણા જીવનની ગાડી ચાલ્યા કરતી હતી. પણ, શાળામાં પ્રથમ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું જેમાં બેનની દિકરી નાપાસ થઈ હતી. એ સાતમા ધોરણમાં હતી. બેને ઘરે ફોન કર્યો હતો અને તમને કહ્યું હતું કે દિકરીની શાળામાં જવાનું છે તો એમની સાથે તમે જાવ. તમે હા પાડી હતી. અને બીજા દિવસે તમે બેન સાથે ગયા હતા જ્યાં દિકરીના દરેક વિષયના શિક્ષકોએ ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે એના પર થોડું ધ્યાન આપો. બેને કહ્યું હતું કે એને ટયુશન પણ મુકી છે