શાર્દુલ ભગત ની કેસર - 1

કહેવાય છે કે ઘોડાઓ માં એટલી આવડત કુદરતે ભરેલી હોય છે કે તે પોતાના માલિક ને માત્ર સ્પર્શ થી જ ઓળખી જાય.     અને ગુજરાત માં સૌરાષ્ટ્ર એટલે કે સોરઠ ની વાત કરીએ તો કહેવાય છે કે સોરઠ માં 36 જાત ની ઘોડીઓ જોવા મળતી જેમાં પીરાણી, રેશમ, પટી,ફુલમાળ,માણકી, ઢેલ,કેસર, તાજણ,હેમલ વગેરે ઘોડીઓ નો સમાવેશ થાય છે.    ઘોડા કે ઘોડીઓ ની વાત આવે અને આપણા જાણીતા એવા લોક સાહિત્યકાર ઇશરદાન ગઢવી નું લખેલું આ સપાખરું યાદ ના આવે એવું બને જ કેમ!!    પિરાણી, તાજણ, ઢેલ, હેમલ, માણકી, પટી, નોરાળી, હિરાળી વળી મૂંગી,ફુલમાળ, બોદલી,માછલી,રેડી, છીંગાળી, છોગાળી,બેરી, છપર, વાંગળી, શેલ્સ