શિખર માટે આ લંચ માત્ર માફી માંગવાનું નહોતું. તેના મનમાં ઊંડે ઊંડે, શિખાનો સાથ હવે તેની કડવી યાદોના અંધકારમાંથી બહાર આવવા માટેનો એકમાત્ર રસ્તો જણાતો હતો.તેની જૂની જિંદગીની યાદો એક ઊંડા ઘા સમાન હતી, જેને તેણે વર્ષોથી છુપાવીને રાખ્યો હતો. પણ શિખાની હાજરી, તેની નિખાલસતા, કામ પ્રત્યેનો તેનો લગાવ, અને તેની સાથે વિતાવેલી હળવી પળો... આ બધું શિખરના જખમ પર ઠંડા પાટા જેવું હતું.તેના મનમાં સતત એક વિચાર આવતો હતો: જ્યારે જ્યારે હું શિખા સાથે હોઉં છું, ત્યારે તે કડવી યાદો થોડીવાર માટે શાંત થઈ જાય છે. તે મને મારી જૂની દુનિયામાંથી ખેંચીને વર્તમાનના આનંદ તરફ લાવે છે.શિખરને ખ્યાલ આવતો