સાત સમંદર પાર - ભાગ 2

સમય વહેતો જાય છે. સમયની સાથે સાથે પ્રિયાંશી અને રાજન બંને ભાઇ-બહેન મોટા થતા જાય છે.પ્રિયાંશી બોલવામાં એકદમ મીઠી અને તેના નામ પ્રમાણે બધાને પ્રિય, એ જો ઘરમાં ન હોય તો ઘરમાં ગમે પણ નહિ, દીકરી વગર ઘર સૂનું સૂનું લાગે, ડાહી પણ એટલી જ, હવે તો મોટી થઇ ગઇ હતી એટલે મમ્મીને કામમાં પણ મદદ કરાવે, પપ્પા એક જ બૂમ પાડે અને " હા પપ્પા ", "બોલો પપ્પા " કહેતી હાજર થઇ જાય. નાના ભાઈ રાજનનું પણ એટલું જ ધ્યાન રાખે.પ્રિયાંશીને બહેનપણીઓ પણ એટલી જ...ધોરણ દશમાં પ્રિયાંશી 94% લાવી અને આખી સ્કૂલમાં અને સેન્ટરમાં ફર્સ્ટ આવી. માયાબેન અને હસમુખભાઈ